ભરૂચ: જુનો નંદેલાવ બ્રિજ આજથી ચાર દિવસ સુધી બંધ,સમારકામ માટે લેવામાં આવ્યો નિર્ણય

નંદેલાવ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

New Update
ભરૂચ: જુનો નંદેલાવ બ્રિજ આજથી ચાર દિવસ સુધી બંધ,સમારકામ માટે લેવામાં આવ્યો નિર્ણય

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલાં જુના નંદેલાવ બ્રિજને આજે રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ભરૂચના નંદેલાવ ફાટક પાસે વાહનચાલકોની સરળતા માટે 30 વર્ષ અગાઉ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જે આજે જુના નંદેલાવ બ્રિજ તરીકે ઓળખાય છે. ગત વર્ષે જુન મહિનામાં જુના બ્રિજની ફૂટપાથનો કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો હતો.સદનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી.

હાલ આ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જુના બ્રિજની બાજુમાં આવેલાં નવા બ્રિજ પરથી બે લેનમાં વાહનો પસાર થવા દેવાશે પણ દહેજ બાયપાસ રોડ પરથી રોજના 30 હજાર કરતાં પણ વધારે વાહનો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બનશે.આજે રવિયાર હોવાથી ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય ન હતી પરંતુ ચાલુ દિવસોમાં ટ્રાફિક જામની ભારે સમસ્યા ઉદભવે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે

Latest Stories