Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહેશ્વરી સમાજના સ્થાપના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા

જેઠ વદ-૯ નમના દિવસે મહેશ્વરી સમાજની સ્થાપના કરવામાં આવી હતી. જેથી આ દિવસને મહેશ્વરી સમાજના લોકો વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે,

X

ભરુચ જિલ્લાના ઝાડેશ્વર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મહેશ્વરી સમાજ દ્વારા સમાજના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઠ વદ-૯ નમના દિવસે મહેશ્વરી સમાજની સ્થાપના કરવામાં આવી હતી. જેથી આ દિવસને મહેશ્વરી સમાજના લોકો વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે,

ત્યારે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ-દહેજ, અંકલેશ્વર, વાગરા, ઝનોર સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસેલા મહેશ્વરી સમાજના લોકો આ દિવસે એકત્ર થઇ મહેશ ભગવાનની પૂજા યાચના શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતાં હોય છે..

જેના ભાગરૂપે મહેશ્વરી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન સહિત શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં સમાજના નાના નાના બાળકો અને યુવા યુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીત સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સમાજના લોકો દ્વારા સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story