Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નદી મહોત્સવનો ચોથો દિવસ, નેચરલ વોક સહિતના કાર્યક્રમો યોજાયાં

નદી ઉત્સવના ભાગરૂપે ભરૂચમાં નેચરલ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો અપ્રિતમ કુદરતી સૌદર્ય ધરાવે છે.

X

નદી ઉત્સવના ભાગરૂપે ભરૂચમાં નેચરલ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લો અપ્રિતમ કુદરતી સૌદર્ય ધરાવે છે. જિલ્લાના એક છેડે પાવન સલિલા મા નર્મદાની સાથે અરબી સમુદ્ર પણ જિલ્લાના 122 કીમી વિસ્તારમાં આવેલો છે.જે કારણસર પ્રકૃતિ બેઉ જગ્યાએઅલગ અલગ પ્રકારની જોવા મળી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વનસ્પતિ અને આવતા પક્ષીઓ અલગ પ્રકારના હોય છે અને નદીકાંઠે પ્રકૃતિ , પક્ષી વનસ્પતિઓનું અલગ સ્વરૂપ ધારણ કરતી હોય છે.

જિલ્લા માં જંબુસર,દહેજ,વાગરા ,હાંસોટ જેવા દરિયા કિનારા થી નજીક તાલુકામાં વનસ્પતિ અને પક્ષીઓ ની પ્રજાતિ કંઈક અલગ પ્રકારની હોય છે અને નદી કાંઠે ઉગતી વનસ્પતિ અને પક્ષીઓની પ્રજાતી માં ફરક ઓળખવા માટે આ નેચરલવોક થકી લોકો માં સમજ કેળવણી ના ભાગરૂપે આજરોજ ઝાડેશ્વર નીલકંઠ નર્સરી ખાતે યોજવામાં આવી હતી.. જેમાં પ્રકૃતિપ્રેમીઓએ નર્મદા તટે નેચરલવોક કરી પ્રકૃતિની સમજ મેળવી હતી.આ કાર્યક્રમમાં ડી એફ ઓ ભાવનાબેન દેસાઈ,પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિ, ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી પ્રિતેશ પટેલ,ડી કે પટેલ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Story