Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પડતર માંગણીઓના મુદ્દે ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ ઉતર્યા અ'ચોક્કસ મુદ્દતની હડતાળે...

ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

X

ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઇડીસી સ્થિત કોનએગ્રો ફુડ લિમિટેડ કંપનીના 80થી વધુ કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સમગ્ર મામલે કામદારોએ જણાવ્યું હતું કે, કોનએગ્રો કંપની દ્વારા કામદારોને પગાર ઓછો આપવામાં આવે છે. કેન્ટીનમાં જમવાની અસુવિધા છે. તેમજ સ્ટાફ દ્વારા કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા, ત્યારે હવે ભારતીય મજદૂર સંઘ પણ કોનએગ્રો કંપનીના કર્મચારીઓના પડખે આવ્યો છે. જોકે, કંપની મૅનેજમેન્ટ સાથે વાતચીતમાં સંતોષકારક જવાબ નહી મળતા કામદારોએ પોતાની હડતાળ યથાવત રાખી છે.

Next Story
Share it