Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અક્ષય ત્રીજ નિમિત્તે પાંજરાપોળની ગૌ માતાઓને 4 હજાર રોટલી ખવડાવી તબીબે પુણ્ય મેળવ્યું

શહેરના પાંજરાપોળ ખાતે ગાયની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે ભરૂચના જાણીતા તબીબ દ્વારા ગાયને ઘી-ગોળવાળી 4 હજાર જેટલી રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

X

આજરોજ અક્ષય ત્રીજનો પવિત્ર દિવસ છે, ત્યારે ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગાયની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે ભરૂચના જાણીતા તબીબ દ્વારા ગાયને ઘી-ગોળવાળી 4 હજાર જેટલી રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે અક્ષય ત્રીજના પવિત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચના જાણીતા તબીબ ડો. સુકેતુ દવે તરફથી ભરૂચ પાંજરાપોળમાં વસતી ગૌ માતાઓને ઘી-ગોળવાળી 4 હજાર નંગ રોટલીઓ ખવડાવવા માટે દાન સ્વરૂપે અપાય હતી. સાથે જ પાંજરાપોળ ખાતે આજે અક્ષય ત્રીજના પવિત્ર શુભ દિવસે ગાયને ઘાસચારો અને ગાયની વિશેષ પૂજા-અર્ચના સાથે પુણ્ય પ્રાપ્તિ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Next Story