ભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

ક્રિચીયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.

ભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
New Update

ભરૂચમાં આવેલા ક્રિચીયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા

સમગ્ર વીશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ,શાંતી અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 મી ડિસેમ્બરના રોજ થયો હતો.તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25 મી ડિસેમ્બરને ક્રિસમસ (નાતાલ) તરીકે ઉજવવા આવે છે.આ દિવસની ઉજવણીના ભાગરૂપે 17 મી ડિસેમ્બરના રોજ સવારે ભરૂચ શહેરમાં નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાના ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય (કેથોલિક ચર્ચ) દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલા આરોગ્ય માતા દેવાલય (કેથોલિક ચર્ચ) થી પગપાળા નીકળીને શહેરના પાંચબત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત ફરીને સ્ટેશન રોડ થઈ પાંચબત્તી થઈને પરત આરોગ્ય માતા દેવાલય (કેથોલિક ચર્ચ) ખાતે પહોંચી હતી.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનો અને બાળકોએ જોડાયા હતા.

#Bharuch #Gujarat #CGNews #organized #occasion #pilgrimage #Christmas festival #Natal
Here are a few more articles:
Read the Next Article