રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે નિરંકારી મિશન દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે સંત નિરંકારી મિશન દ્વારા ભારતના તમામ રેલ્વે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યું હતું.
સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભરૂચને સાર્થક કરતા ભરૂચ સંત નિરંકારી મિશનના સાધકો દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન કરી સમગ્ર રેલવે સ્ટેશનને સાફ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું અને ગુરુને સમર્પિત સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના વિનુ કાપડિયા તેમજ મિશનના તમામ સાધકો ઉપસ્થિત રહી સફાઈ અભિયાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે ભરૂચ રેલવે સ્ટેશનના દેવેન્દ્ર કુમાર રાજુલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા