Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શ્રદ્ધાના સથવારે ભક્તોએ કર્યા શ્રી સિદ્ધિવિનાયક વિઘ્નહર્તાના દર્શન...

ભરૂચ શહેરના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે આજે મંગળવારના રોજ સંકષ્ટ ચતુર્થીના શુભ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું

X

ભરૂચ શહેરના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે આજે મંગળવારના રોજ સંકષ્ટ ચતુર્થીના શુભ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો અંગારકી ચોથના દિવસે સિદ્ધિવિનાયક ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભગવાન ગણેશજીની આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર એટલે સંકષ્ટ ચતુર્થી... સંકષ્ટ ચતુર્થીના દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશજીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે, આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુ:ખ દર્દ દૂર થઈ જાય છે. દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાવાસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં 2 વાર શ્રદ્ધાળુઓ દ્વારા ચતુર્થી વ્રત રાખવામાં આવે છે, ત્યારે આજે મંગળવારના રોજ અંગારકી ચોથ નિમિત્તે ભરૂચના મકતમપુર સ્થિત શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, ત્યારે વહેલી સવારથી જ લાખો ભાવિકોએ આરાધના અને શ્રદ્ધાના સથવારે વિઘ્નહર્તાના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. આ સાથે જ ભક્તોએ ગણેશજીની પૂજા-અર્ચના કરી પોતાના જીવનમાં આવતી તમામ મુશ્કેલી અને રોગોથી નિજાત મળે તે માટે વિશેષ પ્રાર્થના સહિત હવન કરી ધન્યતા અનુભવી હતી.

Next Story
Share it