Connect Gujarat
ભરૂચ

ભરુચ: ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઊંધિયાનું ધૂમ વેચાણ,સવારથી જ લોકોની લાંબી લાઇન

પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે

X

ભરુચ સહિત દક્ષિણ ગુજરાતમાં લોકોએ આજરોજ ઉત્તરાયણના પર્વની ઊંધીયુ આરોગવાની લિજ્જત સાથે મજા માણી હતી ઉત્તરાયણની ઉજવણી લોકો ખાસ કરતા હોય છે. પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે. ત્યારે શહેરના તમામ ફરસાણની દુકાનો પર જ્યાં ઊંધિયું મળે છે ત્યાં વહેલી સવારથી લોકોની લાંબી લાઈન જોવા મળી રહી હતી. ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવા વપરાતું રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજી મોંઘાં થઈ ગયાં છે.

સામાન્ય દિવસોની સરખામણીએ બે દિવસથી રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા, રીંગણ સહિતના શાકભાજીની માંગ બેથી પાંચ ગણી વધી ગઈ છે. બીજી તરફ શાકભાજીની માગ વધવા સાથે ભાવ પણ દોઢ-બે ગણા વધી ગયા છે. જેને લીધે ઊંધિયું મોંઘું પડશે. છેલ્લા બે દિવસથી સુરત એપીએમસીમાં આવતા રતાળુ, સુરતી પાપડી, શક્કરિયા અને રીંગણ સહિતના શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો છે. જેથી ઊંધિયાના ભાવમાં કિલોએ 40થી લઈને 150 રૂપિયા સુધીનો વધારો થયો છે.

Next Story