Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત...

અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું

ભરૂચ : નેત્રંગ-માંડવી રોડ પર વૃક્ષ સાથે બાઇક ભટકાતા બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત...
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ-માંડવી રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે બાઈક સવાર 2 યુવાનો વૃક્ષ સાથે ભટકાતા એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામના કાળી કંપની ગામમાં રહેતા રાજેશ રૂપસિંગ વસાવાના ભત્રીજા ભાવિક વસાવા બાઇક નંબર જીજે-16-ડીએલ-3282 લઈ ચાસવાડ તરફથી મેહુલ અશોક વસાવા સાથે નેત્રંગ આવી રહ્યા હતા. તે દરમિયાન સ્વામિનારાયણ મંદિર પાસે ભારત ગેસ કંપનીના ગોડાઉન સામે બાઇક સવારો વૃક્ષ સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ભાવિક વસાવાનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નીપજયું હતું, જ્યારે ઇજાગ્રસ્ત મેહુલ વસાવાને સારવાર અર્થે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story