/connect-gujarat/media/post_banners/faab2f842a193697af27aeda9b973427d247345c6a801c69226dfd676673be29.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીક અપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પીક વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર વ્હિલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ઝઘડિયા તાલુકાના કાંટોલ ખાતે રહેતા સુભાષ વસાવા ગતરોજ તા.૧૨ મીના રોજ કોઇ કામ માટે ફોર વ્હિલ ગાડી લઇને રાજપારડી ગયા હતા ત્યારબાદ રાજપારડી કામ પતાવી તેઓ પાછા ફરતા હતા ત્યારે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં રાજપારડીની આગળ ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ નજીક સામેથી આવતી એક પીક અપ ગાડી તેમની કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સુભાષભાઇને માથાના ભાગે ઇજા થઇને લોહી નીકળતું હતું અને તેઓ બેહોશ જેવા થઇ ગયા હતા.ઉપરાંત પીક અપ ગાડીમાં બેઠેલા અન્ય છ જેટલા માણસોને પણ ઇજાઓ થઇ હતી.અકસ્માત બાદ પીક અપ ગાડીનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.અકસ્માતમાં ગંભીર રીતે જખ્મી થયેલ સુભાષભાઇને રાજપારડીના ખાનગી દવાખાને લઇ જવાયા હતા ત્યારબાદ અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મરણ પામેલ જાહેર કર્યા હતા.પીક અપ ગાડીમાં બેઠેલા અને અકસ્માત દરમિયાન ઇજા પામેલ અન્ય ઇસમોને પણ સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા.ઘટના બાબતે મૃતકના પુત્ર ચિરાગભાઇ સુભાષભાઇ વસાવા રહે.કાંટોલ તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ અકસ્માત કરી નાશી જનાર પીક અપ ગાડીના ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.