Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત...

જિલ્લાના જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટના અણખી બસ સ્ટેન્ડ નજીક સર્જાય હતી. જેમાં અણખી ગામના રહેવાસી 54 વર્ષીય અરવિંદ પટેલને ગંભીર ઇજા પહોચી હતી. બનાવના પગલે આસપાસના ગ્રામજનો અને જંબુસર 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. ત્યારબાદ મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જંબુસર પોલીસ મથકના પીઆઇ વી.એન.રબારી સહીતના પોલીસ કાફલાએ હોસ્પિટલ પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story