Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસરમાં નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી, અન્ય પશુપાલકોમાં ફફડાટ

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ટંકારી ભાગોળ વિસ્તાર સહીત જંબુસરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડવા માટે જંબુસર નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ ગત રાત્રિના સમયે પશુ પકડવાના કાર્યમાં જોડાયા હતા. આ સાથે જ જંબુસર પોલીસનો બંદોબસ્ત સાથે રાખી પાલિકા કર્મીઓએ રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત પકડાયેલ પશુઓના માલિકોએ સ્થળ ઉપર આવી પાલિકાનો દંડ ભરી પશુઓનો છુટકારો કરાવ્યો હતો. અગાઉ પણ રખડતા પશુઓએ વિસ્તારની સ્થાનિક પ્રજાને અડફેટે લેતા અકસ્માતના બનાવો સામે આવ્યા છે, ત્યારે જંબુસર નગરપાલિકા કરવામાં આવેલી પશુ પકડવાની કામગીરીના પગલે અન્ય પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Next Story