/connect-gujarat/media/post_banners/8a2d8bb9952316530caa5f58fd836f3bae5480f00a154843e81f286633dd88cb.jpg)
ભરૂચ નગરપાલિકાએ માર્ચ મહિનાથી વરસાદી કાંસની સફાઈ કરાવવાની હોય છે પરંતુ બે માસ વિતવા છતાં માટેનું મુહૂર્ત ન નીકળતા મીડિયાના અહેવાલ બાદ વીપક્ષીઓના આક્રોશ સાથે ભરૂચ નગરપાલિકાની પોતાના હદ વિસ્તાર નિકાસની સફાઈ માટેનું શુભ મુહૂર્ત શોધી આખરે કાંસની સફાઈ શરૂ કરી
ચોમાસાની ઋતુની ઘડીઓ ગણાઇ રહી છે માર્ચ મહિનાથી કાંસની સફાઈની પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવાની હોય છે પરંતુ ભરૂચ નગરપાલિકા કાંસ સફાઈમાં સદંતર નિષ્ફળ નિવડયુ હોય અને કોઇ શુભ મુહૂર્ત નીકળતું ન હોય અને આગામી દિવસોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા અહેવાલો પ્રકાશિત થયા હતા જેના પગલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષોએ પણ કાંસ સફાઈ મુદ્દે ભરૂચ નગરપાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. વધુ પ્રમાણમાં મશીનરી મુકાવીને પણ ભરૂચ નગરપાલિકાની હદમાં આવેલી ૨૭ કાંસોની તાત્કાલિક ધોરણે સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત વિપક્ષોએ કરી હતી
ભરૂચ નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા આવેલા વીપક્ષીઓની રજૂઆતમાં કોઈ તથ્ય ન હોવાનું જણાવી નગરપાલિકાની હદમાં આવતી ૨૭ કાંસોની સફાઈ ચાલુ કરી દેવામાં આવી હોવાનો મત નગર સેવા સદનના પ્રમુખે વ્યક્ત કર્યો હતો