દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો.
સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર ખાતે એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત પ્રબુધ્ધ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ લોકોમાં જાગૃતતા નહીં આવતા અને પોતાના નફા માટે ચોરીછુપીથી આવા ફટાકડાઓનું વેચાણ કરવામાં આવે છે, ત્યારે હવે દેવી-દેવતાઓના નામ તથા ફોટાવાળા ફટાકડાના વેચાણ તથા આવા ફટાકડા બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી આ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.