ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ

શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ
New Update

ભરૂચના શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તેઓએ વાહનો રોકી વિરોધ નોંધાવ્યો હતો

ભરૂચમાં ઘણાં વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે.જેમાં ભરુચના દહેજ રસ્તા પર રૂ.420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેથી દહેજ ઔધોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના- મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવા લાવતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ રહી છે.જેથી અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને ટ્રાફિકજામ ફસાઈ રહેવું પડે છે.જોકે અમુક વાહન ચાલકો ઉતાવળમાં જ્યાં ત્યાં પોતાના વાહનો હંકારી અન્ય લોકો પણ તકલીફમાં મુકતા હોય છે.ત્યારે ઉમરાજ ગામની ચોકડી પરની નંદની પાર્ક સહિત અન્ય 6 સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે.આ માર્ગ પરથી વાહનો બેફામપણે પસાર થતા હોય સ્થાનિકોએ વાહન અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો.સ્થાનિકોના આક્ષેપ અનુસાર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતનો ભય રહે છે,આ ઉપરાંત ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ થઈ ગયું છે.તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

#Bharuch #Gujarat #CGNews #Protest #Society #heavy vehicles #Peoples #internal roads
Here are a few more articles:
Read the Next Article