/connect-gujarat/media/post_banners/61c53eb1a22189cb0ade212315427465331b3c674be18296e50d468dc9c1cf0e.jpg)
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.કે એન્જિનીયરિંગ કંપનીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રણ તસ્કરોને ચોરી થયેલ રૂ. 1.48 લાખ પૈકી 49 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગ્રામ્ય પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તારીખ-7મી જુલાઇના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.કે એન્જિનીયરિંગ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલ વેલ્ડિંગ મશીન અને કોપર વાયર સહિતની વસ્તુઓ મળી કુલ 1.48 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે બાકરોલના યાદવ નગરમાં રહેતા તસ્કર મિતેશ પટેલ, કિશન બારિયા અને મુન્ના પાસવાનને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરી થયેલ મુદ્દામાલ પૈકી 49 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે.