/connect-gujarat/media/post_banners/1c675f6dbae5d628aff942b889a14792f8ddb9d5d3b1787695f74a0d8807dd3f.jpg)
સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ માલ્યાર્પણ કર્યું હતું. આ સાથે જ મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દેશના પ્રથમ નાયબ વડપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ શહેરના સોનેરી મહેલ સર્કલ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરોએ માલ્યાર્પણ કર્યું હતું. આ સાથે જ ભાજપના આગેવાનોએ મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓની આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.