New Update
/connect-gujarat/media/post_banners/4e8f9f6ff51a3fb36ce290b6eda7c03d19179c8465ea5e2485dcffe9e793cd70.jpg)
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજધાંધિયાથી લોકો પરેશાન થઇ ગયાં છે. વીજકંપનીના કર્મચારીઓ ફોન ઉઠાવવાની પણ તસ્દી લેતાં નહિ હોવાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વીજકચેરીએ હલ્લો કર્યો હતો.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અવારનવાર વીજધાંધિયાથી લોકો પરેશાન થઇ ગયાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હોવાના કારણે લોકોના રોજીંદા જીવનમાં વિક્ષેપ ઉભો થઇ રહયો છે. વીજ પુરવઠા અંગે જીઇબી કચેરીમાં ફોન કરવા છતાં કર્મચારીઓ ફોન ઉઠાવતાં નહિ હોવાની ફરિયાદો ઉઠી છે. વીજપુરવઠા બાબતે સોમવારના રોજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જીઇબી કચેરીએ હલ્લો બોલાવ્યો હતો.