Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરા-વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાં શ્રમિકોને મુકવા જતી વેળા પિકઅપ વાન પલટી મારી, 2 શ્રમિકોના મોત...

વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઇડીસી નજીક પિકઅપ વાન અચાનક પલટી મારી જતાં દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત નિપજ્યાં હતા.

X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઇડીસી નજીક પિકઅપ વાન અચાનક પલટી મારી જતાં દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત નિપજ્યાં હતા.

ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરવા માટે આવતા હોય છે. જોકે, તેમને લાવવા-લઈ જવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. તેમ છતાંય અમુક કંપનીઓ દ્વારા શ્રમિકોને ઘેટાં બકારાની જેમ વાહનોમાં ભરીને લાવવા-લઈ જવામાં આવતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઇડીસી નજીક શ્રમિકો ભરેલી પિકઅપ વાન નં. GJ-18-AT-0940 અચાનક પલટી મારી ગઈ હતી. વાગરાથી વિલાયત જીઆઇડીસીની જ્યુબિલન્ટ કંપનીમાં 15થી વધુ કામદારોને મુકવા જતી વેળા પિકઅપ વાન પલટી મારી ગઈ હતી. પિકઅપ વાનની બ્રેક ફેઇલ થઈ જતાં સર્જાયેલ દુર્ઘટનામાં એક શ્રમિક કુંદનકુમાર સીંગને ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 10થી વધુ શ્રમિકોને નાની મોટી ઇજાઓ પહોચી હતી. તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમ્યાન રોઝા અંસારી નામના વધુ એક શ્રમિકનું પણ મોત નિપજતા આ ઘટનામાં 2 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે વધુ 2 શ્રમિકો હજી પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પીએસસાઈ અનિતાબા જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોચ્યો હતો, જ્યાં પોલીસે અકસ્માતે 2 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story