Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મારવાડી ટેકરાથી દારૂના જથ્થા સાથે પોલીસે કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોની અટકાયત...

મારવાડી ટેકરા ખાતેથી એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થો મળી રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : મારવાડી ટેકરાથી દારૂના જથ્થા સાથે પોલીસે કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોની અટકાયત...
X

ભરૂચ શહેરના મારવાડી ટેકરા ખાતેથી એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થો મળી રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરીનો વેપલો કરતા ઈસમો સામે જિલ્લાના વિવિધ પોલીસ મથકોના કર્મીઓએ બુટલેગરોના કારનામાઓનો અંત લાવવા નાતે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. એ’ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ દીવાન નાઓ તેના રહેણાંક મકાનમાં આવેલ બાથરૂમના ગુપ્ત ખાનામાં તથા મકાનની બહાર 2 નંબર વગરની મોપેડની ડિક્કીમાં ગેરકાયદેસરનો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારું રાખેલ હોય, જે પોલીસના દરોડામાં ઝડપાય ગયો હતો. ભરૂચ એ’ ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 313 તેમજ 2 મોપેડ મળી કુલ 1,56,560 રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ મહેમુદ ઇમરાનશા દીવાન તેમજ મુનાફ અબ્દુલ રહેમાન સૈયદની ધરપકડ કરી છે, જ્યારે શેહબાઝ ઉર્ફે સોહેલ મારવાડી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story