ભરૂચ: પોલીસે હવાલાના લાખો રૂપિયા સાથે કેરિયરની કરી ધરપકડ, થઈ શકે છે મોટા ખુલાસા

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળેલ બાતમીના આધારે ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી

New Update
ભરૂચ: પોલીસે હવાલાના લાખો રૂપિયા સાથે કેરિયરની કરી ધરપકડ, થઈ શકે છે મોટા ખુલાસા

ભરૂચ શહેરમાં ફરી એકવાર હવાલા કાંડ ઝડપાયુ છે જેમાં લાખોની રોકડ સાથે એક ઈસમની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળેલ બાતમીના આધારે ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી, દરમ્યાન સર્કલ પાસેથી પસાર થતી રીક્ષા નંબર GJ 16 AT 6015 ને રોકી તેમા હાજર ઈસમ રફીક અલ્લી ઇબ્રાહીમ કોઢીયા પાસેથી રૂ.19 લાખ ઉપરાંતની રકમ મળી આવી હતી..

Advertisment

જે બાબતે પોલીસે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ઈસમ દ્વારા આપવામાં આવ્યો ન હતો.જે બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા લાખોની ગેરકાયદેસર રકમ સાથે ઈસમની ધરપકડ કરી આ રૂપિયા ક્યાંથી લીધા અને ક્યાં આપવાના હતા તેમજ આ અગાઉ પણ હવાલાકાંડ કર્યું છે કે કેમ તે તમામ દિશાઓમાં તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

Advertisment
Latest Stories