ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી જંબુસર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ

મોહરમ પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ, પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં કર્યું ફુટ પેટ્રોલીંગ.

ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી જંબુસર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ
New Update

ભરૂચના જંબુસર ખાતે મોહરમ પર્વને અનુલક્ષી જંબુસર પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

કરબલાના મેદાનમાં ઈમામ હુસેન સહિત 72 જેટલા જાન નિસાર શહીદોએ શહાદત વહોરેલી, જેના માનમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તારે ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં મહોરમ પર્વની ઊજવણી શાંતિ, એકતા, ભાઈચારાથી થાય અને સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે શહેર તાજીયા કમિટીના પ્રમુખ તથા શહેર કાજી દ્વારા મુસ્લિમ બિરાદરોને અપીલ કરવામાં આવી હતી.

તેમજ મોહરમ પર્વ અનુસંધાને ડી.વાય.એસ.પી. એ. જી. ગોહિલની આગેવાનીમાં જંબુસર શહેરના ભાગલીવાડ, માઇના લીમડા, ઉપલીવાટ, કંસારા ઢોળ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં પી.આઇ. કે. વી. બારીયા, પી.એસ.આઈ પરમાર, એસ.આર.પી જવાનો અને પોલીસ જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજાયુ હતું.

#Bharuch #Jambusar #Bharuch Police #Flag march #Jambusar Police #Muslim #Connect Gujarat News #Mahoram
Here are a few more articles:
Read the Next Article