ભરૂચ: PM મોદી અને CMના બેનર પર શાહી ફેંકવા મામલે કોંગ્રેસના કાર્યકર સામે પોલીસે ગુનો દાખલ કાર્યો,જુઓ કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું

ભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસનાં કાર્યકર નિખિલ શાહ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

New Update
ભરૂચ: PM મોદી અને CMના બેનર પર શાહી ફેંકવા મામલે કોંગ્રેસના કાર્યકર સામે પોલીસે ગુનો દાખલ કાર્યો,જુઓ કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું

ભરૂચમાં કોંગ્રેસનાં કાર્યકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના બેનર પર શાહી નાખવું મોંઘું પડ્યું છે. તાજેતરમાં જ ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસનાં કાર્યકરોએ કલેક્ટર કચેરીના સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આ બધા વચ્ચે કોંગ્રેસનાં એક કાર્યકર દ્વારા પી.એમ.મોદી અને સી.એમ.ભુપેન્દ્ર પટેલના બેનર પર શાહી ફેંકવામાં આવી હતી.

આ બાબતે ભરુચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. જેમાં કોંગ્રેસનાં કાર્યકર નિખિલ શાહ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા ભરુચ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે ભાજપના ઇશારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દરેક નાનામાં નાના કાર્યકર સાથે છે અને કાયદાકીય લડત લડવામાં આવશે. જોકે બપોર બાદ નિખલ શાહની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હોવાનું પણ જાણવા મળ્યું છે....

Latest Stories