ભરૂચ: પોલીસે અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી મોપેડ પર લઈ જવાતો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામેથી ભરુચ એસ.ઑ.જીએ મોપેડ પર લઈ જવાતો 1 કિલો 754 ગ્રામ ગાંજા અને મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

New Update

ભરુચ એસ.ઑ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાટવાડમાં રહેતો અબ્દુલ સત્તાર કમરુદ્દીન શેખ એક્સેસ મોપેડ નંબર-જી.જે.16.ડી.એફ.2267 લઈ સુરત ખાતે ગાંજો લેવા ગયો છે જે અંકલેશ્વરના ઑ.એન.જી.સી તરફથી ત્રણ રસ્તા થઈ તેના ઘરે જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની જૂની મામલતદાર કચેરી સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી મોપેડની ડીકીમાં તપાસ કરતાં તેમાંથી 1 કિલો 754 ગ્રામ ગાંજા મળી આવ્યો હતો પોલીસે 17 હજારનો ગાંજો અને એક ફોન તેમજ મોપેડ મળી કુલ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભાટવાડમાં રહેતો અબ્દુલ સત્તાર કમરુદ્દીન શેખને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories