/connect-gujarat/media/post_banners/6a682bd201543582c8658a1ec68b2609fcd1cf4fd14bce17911d167fee2da063.webp)
ભરૂચની રાજપારડી પોલીસે ભાલોદ માર્ગ ઉપર મધુમતી ખાડીના નાળા પાસેથી પશુ ભરેલ ટ્રકને ઝડપી પાડી તમામ પશુઓને મુક્ત કરાવી ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા ભરૂચની રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભાલોદ તરફથી ટ્રક નંબર-જી.જે.૦૯.ઝેડ.૬૮૩૮માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરી મહારાષ્ટ્રમાં લઇ જવામાં આવી રહ્યા છે જેવી બાતમીના આધારે રાજપારડી પોલીસે ભાલોદ માર્ગ ઉપર મધુમતી ખાડીના નાળા પાસે વોચ ગોઠવી હતી..
તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી ખીંચો ખીંચી ભરેલ નવ ભેંસો મળી આવી હતી પોલીસે ૧.૮૦ લાખના પશુ અને ૧૫ લાખની ટ્રક મળી કુલ ૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝંખવાવાના મામા ફળિયામાં રહેતો ટ્રક ચાલક મુસરાન ફકીરા મુલ્તાની અને અમન અજીત મુલ્તાનીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.