/connect-gujarat/media/post_banners/8b0d7aff90ced55b3206722812e543b6a67abe8fa5879a7e75062c87b7d24e64.jpg)
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો યેનકેન પ્રકારે અન્ય રાજયોમાંથી દારૂનો જથ્થો ઘુસાડી દેતાં હોય છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવતાં હોય છે. પોલીસની આંખમાં ધુળ નાંખી દારૂની હેરાફેરી કરવાના કાવતરાને નેત્રંગ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને દારૂ અને જુગારની બદીને રોકવા આદેશ કર્યો છે જે અંતર્ગત પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. નેત્રંગ પોલીસે એક ટેમ્પામાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડયો છે. પ્રથમ નજરે આ ટેમ્પામાં કઇ જ શંકાસ્પદ લાગતું ન હતું પણ પોલીસે ટેમ્પામાં લગાવેલા પતરા હટાવતાં ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી વિદેશી દારૂ 962 બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પા સહિત કુલ 5.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બારડોલીના બુટલેગર અલ્લાપદ્દીન મલેકની ધરપકડ કરી છે જયારે નંદુરબારનો ભરત ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે.