ભરૂચ: નવલખાની ચાલમાં ગટરના પ્રદુષિત પાણી માર્ગ પર ફરી વળ્યા,સ્થાનિકોનો વિરોધ

નવલખાનીચાલમાં ઊંડો ખાડો વાહન ચાલકો માટે જીવલેણ, ન.પા.દ્વારા કામગીરી ન કરાતી હોવાના આક્ષેપ

New Update
ભરૂચ: નવલખાની ચાલમાં ગટરના પ્રદુષિત પાણી માર્ગ પર ફરી વળ્યા,સ્થાનિકોનો વિરોધ

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવલખા વિસ્તારની ચાલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ભરૂચના સ્ટેશન રોડ પર રૂગટા સ્કૂલની પાછળ આવેલ નવલખાની ચાલ વિસ્તારમાં કાંસ પર કલરવ સ્કૂલ હોય જેના કારણે કાંસની સફાઈ થતી નથી અને કાંસના પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના ભૂંગળા પણ નાના પડતા હોવાના કારણે ગટરના પાણી રોડ પર ફરી વળે છે. ગટરના પ્રદૂષિત પાણી ગટરના નાળા પાસે ઉભરાઈ ઊઠ્યા છે અને આ નાળા પાસે ૧૨ થી ૧૫ ફૂટ ઊંડો ખાડો વરસાદી પાણીમાં વાહનચાલકોને અને બાળકોને ન દેખાતા તેઓ ખાડામાં ખાબકી રહ્યા છે અને સ્થાનિકો ગટરમાં ખાબકતા લોકોને બચાવી રહ્યા છે પરંતુ નગરપાલિકા આ બાબતે સંપૂર્ણ નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે.

Latest Stories