/connect-gujarat/media/post_banners/144cc53e186ad2eb7f2b9d40bf0813f924693f941d6093085744c2589e46bd6d.jpg)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી વર્ષ 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ ભવ્ય સમારોહની ઉજવણીના ભાગરૂપે અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યકમ યોજાયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા 97 વર્ષથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ કાર્ય પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નામનો રાષ્ટ્રીય યજ્ઞ અવિરત પ્રજવલિત છે. આ સંઘ કોઈ બીજી સંસ્થા નથી, પરંતુ સંગઠિત હિન્દુ સમાજનો લઘુ સ્વરૂપ છે. આગામી વર્ષ 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે ભવ્ય સમારોહની ઉજવણીના ભાગરૂપે વિશ્વમ રેસિડેન્સી નજીક અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યકમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ-ભરૂચ જિલ્લા સંઘચાલક ડો. કૌશલ પટેલ, વસ્તી પ્રમુખ કમલેશ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને સ્વંય સેવકો ઉપસ્થિત રહ્યા હતા.