Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સતત આઠમી વખત વકીલ મંડળના પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રદ્યુમન સિંધાની વરણી…

ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્ય ચૂંટાઈ આવ્યા છે. જેમાં પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રદ્યુમન સિંધા અને ઉપપ્રમુખ તરીકે પરિવર્તન પેનલના અજબ સિપાઈ વિજેતા બન્યા છે. જોકે, ભરૂચ વકીલ મંડળની ચૂંટણીમાં ચાલુ વર્ષે સહકાર પેનલ, પરિવર્તન પેનલ અને પ્રોગ્રેસો પેનલે ઝંપલાવ્યું હોવાથી જંગ રસાકસી ભર્યો બન્યો હતો. વર્તમાન પ્રમુખ પ્રદ્યુમન સિંધાએ સહકાર પેનલના નેજા હેઠળ પોતે તથા તેમની ટીમ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમની સામે સલીમ મન્સૂરી અને ભરત ચાવડાએ ઉમેદવારી કરી હતી. જોકે, ચૂંટણી અને બાદમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રદ્યુમન સિંધાને 388 મત, સલીમ મન્સૂરીને 106 મત અને ભરત ચાવડાને 132 મત મળ્યા હતા. ચૂંટણીમાં 791 મતદારો નોંધાયા હતા. જેમાંથી 640 મતદારોએ પોતાના મતાધિકારને ઉપયોગ કર્યો હતો. તો બીજી તરફ, પ્રદ્યુમન સિંધા સતત આઠમી વખત વકીલ મંડળના પ્રમુખ તરીકે નિયુક્તિ પામ્યા છે, ત્યારે સહકાર પેનલના પ્રમુખ તથા 10 સભ્યની ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

Next Story