ભરૂચ જિલ્લાના ઉભરતા ક્રિકેટરોને પ્રોત્સાહન મળે એ હેતુથી ભરૂચ જિલ્લા ક્રિકેટ એશો.દ્વારા ભરૂચ પ્રીમીયર લીગનો પ્રારંભ થવા જઈ રહયો છે ભરૂચ ક્રિકેટના ઇતીહાસમાં પહેલી વખત ભરૂચ જિલ્લા ક્રિકેટ અસોશિયશનના પ્રમુખ અને ધારાસભ્ય દુષ્યંત પટેલના માર્ગદર્શન તેમજ ઇખર એક્ષપ્રેસ તરીકે જાણીતા મુનાફ પટેલની મેન્ટર શીપ હેઠળ ફક્ત ભરૂચના ખેલાડીઓ માટે ઇન્ડીયન પ્રિમીયર લીગની થીમ પર ભરૂચ પ્રિમિયર લીગનું આયોજન થવા જઇ રહ્યું છે.
જેમાં ભરૂચ જિલ્લાના જ ઊભરતા ક્રિકેટરો ભાગ લેશે. આ લીગ માટે ૮ જેટલી ફ્રેંચાઇસીને આમંત્રીત કરી આઇકોન ખેલાડીઓ માટે એક ડ્રો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફુલ ૮ ફેન્ચાઇઝોને ઇન્વીટેશનથી એન્ટ્રી આપવામા આવી છે અને આ ટીમ મા રમવા માટે ઓનલાઇન લીંક ઉપર જીલ્લા ના ફુલ ૧૨૦૦ જેટલા ખેલાડીઓ પૈકી અન્ડર ૧૯ ના ફુલ ૧૯૦ - અન્ડર-૨૩ ના ફુલ ર૮૮ અને સીનીયર કેટેગરી ના ૬૦૦ જેટલા ખીલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવાયું હતું. સાથે દરેક ફેન્ચાઇઝને ટીમ બનાવા માટે પુરતી તક મળે એ હેતુસર લીગના આઇકોન ખેલાડી તથા બાકીના ૧૪ ખેલાડી ડ્રો સીસ્ટમથી લેવામા આવ્યા હતા.