ભરૂચ: PM મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 10 ઓકટોબરે આમોદમાં યોજાશે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે.

New Update
ભરૂચ: PM મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 10 ઓકટોબરે આમોદમાં યોજાશે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે આમોદ ખાતે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજી હતી.વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીને બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ એનાયત

નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં

New Update
IMG-20250704-WA0064
નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં ભારત સરકારના  કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને  કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભરૂચના હાંસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેટકરીને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ મળ્યો હતો.સુગર ફેકટરીના ચેરમેન અને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતી.

IMG-20250704-WA0073

આ અંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે. આ સિદ્ધિ  તમામ ડિરેક્ટર, તમામ વિભાગનાં વડા, એન્જીનીયર, કેમીસ્ટ, કર્મચારી સહીત સભાસદમિત્રો/ખેડૂતોમિત્રો અને સહયોગીઓની સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે.અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ