/connect-gujarat/media/post_banners/811e2e42d07998562ad1c7ddb87e8d9dbb9bdc0e7c82d9d8fec681f0e933815c.webp)
ભરૂચ જિલ્લાના આમોદ શહેર તથા તાલુકામાં ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ સાથે મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસથી મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ-ઉન-નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આગામી 9મી ઓક્ટોબર રવિવારના રોજ ઈદ-એ-મિલાદના પર્વની ઉજવણી કરવા આમોદ શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા મહોલ્લાઓ તેમજ પોતાની ઇમારતોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે. " સરકાર કી આમદ મરહબા" અને "જશને ઇદે મિલાદ-ઉન-નબી"ના ઝંડાઓ લગાવવામાં આવ્યા છે. આ પર્વ પ્રસંગે મુસ્લિમ માસ રબીઉલઅવ્વલના પહેલા ચાંદથી ઈદ-એ-મિલાદ સુધી ઉજવણી કરવામાં માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.