ભરૂચ: 10 ઓકટોબરે આમોદમાં PM મોદીના યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારી, 1.5 લાખથી વધુ લોકો ઉમટી પડે એવો અંદાજ

આગામી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત કરવામાં આવશે.

New Update
ભરૂચ: 10 ઓકટોબરે આમોદમાં PM મોદીના યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારી, 1.5 લાખથી વધુ લોકો ઉમટી પડે એવો અંદાજ

આગામી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારી અંગે પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં બેઠક મળી હતી.

આગામી ૧૦ મી ઓક્ટોબરે સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા આવવાના હોય જિલ્લા ભાજપના આગેવાનોની આમોદ ખાતે સભાસ્થળ ઉપર બેઠક મળી હતી.જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,માજી સાસંદ ભરતસિંહ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,નાહીયેર ગુરુકુળના ડી.કે.સ્વામી,ભરૂચના ધારાસભ્ય દુષ્યંતપટેલ,પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપની આયોજન બેઠકમાં આમોદ ખાતે યોજાનારી વડાપ્રધાનની જાહેર સભામાં દોઢ થી બે લાખ જનમેદની ઉમટી પડવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે