Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર પાલિકાના પ્રમુખ અને તેમના પતિએ મુખ્ય અધિકારી પર કર્યો હુમલો, પોલીસે શરૂ કરી કાર્યવાહી

જંબુસર પાલિકાના પ્રમુખ અને તેમના પતિએ મુખ્ય અધિકારી ઉપર હીંચકારો હુમલો કરતા સીઓની તબિયત લથડતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયા છે.

X

ભરૂચની જંબુસર પાલિકાના પ્રમુખ અને તેમના પતિએ મુખ્ય અધિકારી ઉપર હીંચકારો હુમલો કરતા સીઓની તબિયત લથડતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયા છે. શિસ્ત અને સુશાસનને વરેલી ભાજપ સરકાર કુશાસન અને અશિસ્તમાં રહેલા CO ના હુમલાખોરો સામે શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

જંબુસર નગર પાલિકામાં ભાવનાબેન રામી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સતાનું સુકાન તેમના પતિ ભાવેશ રમીએ સંભાળી લેવાના આક્ષેપ શરૂ થયા હતા. વિરોધ પક્ષ, કર્મચારીઓ અને મુખ્ય અધિકારીએ જંબુસર પોલીસ સ્ટેશન, મ્યુન્સીપલ કમિશનરને લેખિત રજૂઆતો કરતા પાલિકામાં પતિનું રાજ અને વહીવટને સમર્થન મળ્યું હતું.CO યોગેશ ગણાત્રાએ 2 મહિના પેહલા જ જંબુસર પોલીસને લેખિત અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, પાલિકા પ્રમુખ ભાવનાબેન રામી અને તેમના પતિ ભાવેશ રામીથી તેમને શારીરિક જોખમ રહેલું છે. જેને લઈ પોતાને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી હતી.

છેલ્લા બે વર્ષથી પાલિકા પ્રમુખના પતિની દહેશતથી ચીફ ઓફિસર પાલિકા કચેરીએ ફરજ બજાવવા ફફડાટના માર્યા જતા ન હતા. તેઓ ગોડાઉનમાં ખુરશી નાખી ત્યાંથી જ પોતાનું કામ કાજ કરતા હતા.મંગળવારે કાવા ભાગોળ ખાતે CO યોગેશ ગણાત્રા પોતાના મિત્રની દુકાને બેઠા હતા. ત્યારે પાલિકા પ્રમુખના પતિ ભાવેશ ત્યાં આવી તેમના ઉપર હીંચકારો હુમલો કરી દીધો હતો. ઝપાઝપી અને મારા મારીમાં CO નો શર્ટ પણ ફાટી ગયો હતો. મુખ્ય અધિકારીની તબિયત લથડતા તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. ચીફ ઓફિસરને એમ્બ્યુલન્સમાં જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં મહિલા પ્રમુખના પતિ ભાવેશ રામીના ભય અને ગભરાટથી યોગેશ ગણાત્રાનું બ્લડ પ્રેશર વધી જવા સાથે ડાયાબીટીસ પણ હાય થઈ જતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસર પોલીસે આ મામલે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story