/connect-gujarat/media/post_banners/6c187610eaef7ca8f7b2a19c2e9c4bc301757661263956b35dfe5ce148d30f66.jpg)
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી સંચાલક સહિત 6 યુવતીઓની ધરપકડ કરી છે.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી પાસે આવેલ અભ્યુદય આર્કેડમાં આવેલ બીગબોસ સ્પાની આડમાં બહારથી યુવતીઓ બોલાવી દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલે છે જેના આધારે પોલીસે ખાનગી વ્યક્તિને ગ્રાહક તરીકે તૈયાર કરી બાતમી વાળી જગ્યાએ મોકલી ખાત્રી કરતા દેહ વ્યાપાર ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના દરોડામાં દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ છ યુવતિઓ તથા બિગબોસ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક રાકેશ વાળંદ મળી આવ્યો હતો. પોલીસે યુવતીઓ અને સંચાલકની ધરપકડ કરી હતી.