Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચકલાથી જુનાબજાર સુધી પાણીની લાઇન ખેંચવા સામે વિરોધ, જુઓ શું છે કારણ

લલ્લુભાઇ ચકલાથી નંખાઇ રહી છે નવી લાઇન, ચકલાના રહીશોએ પાઇપલાઇનનો કર્યો વિરોધ.

X

નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ શહેરમાં જ પાણીની કમઠાણ છે. જુના ભરૂચના લલ્લુભાઇ ચકલાથી જુના બજાર સુધી પાણીની લાઇન નાંખવાની કામગીરી શરૂ થતાંની સાથે ચકલાના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે.

ભરૂચ શહેર ભૌગોલિક દ્રષ્ટિએ બે ભાગમાં વહેચાયેલું છે જેમાં એક જુનુ ભરૂચ અને બીજુ નવું ભરૂચ... જુના ભરૂચ શહેરમાં હજી પણ જુની ઢબના મકાનો, પોળો અને સાંકડી ગલીઓ જોવા મળી રહી છે. જુના ભરૂચનો વિસ્તાર ટેકરા પર આવેલો હોવાના કારણે પુરતા દબાણથી પાણી મળતું નહિ હોવાની ફરિયાદો કાયમી છે. જુના ભરૂચના રહીશો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહયાં છે. હવે નગરપાલિકાએ લલ્લુભાઇ ચકલાથી જુના બજાર સુધી પાણીની લાઇન નાંખવાની કામગીરી શરૂ કરતાં ચકલાના રહીશો રોષે ભરાયાં છે.

સ્થાનિક રહીશોએ શાંતિપુર્ણ રીતે વિરોધ કરી પાઇપલાઇનની કામગીરી અટકાવવાની માંગણી કરી હતી. રહીશોનું કહેવું છે કે, લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આમેય પાણી ધીમું આવે છે, જો જુના બજાર પાણીની પાઇપ લાઇન ખેંચવામાં આવે તો ચકલા વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે તેથી લાઇન નાંખવાની કામગીરી રોકવાની અમારી માંગણી છે.

Next Story