કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં સુરતની અદાલતે બે વર્ષ ની કેદની સજા ફટકારી છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને ગુજરાતની સુરત સેશન કોર્ટે ચાર વર્ષ જુના નિવેદન પર દોષિત ઠરાવ્યા છે.જેમાં તેમને બે વર્ષની કેદની સજા ફટકારી છે .કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે ત્યારે કોંગ્રેસે સમગ્ર કૃતિઓને ભેદભાવ પૂર્ણ ગણાયું છે ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અટક સામે કરેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કરાયો હતો જેની સુનાવણી બાદ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો હતો રાહુલ ગાંધીને સજા થતાં કોંગ્રેસ દ્વારા "લોકશાહી બચાવો "ની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કોંગી કાર્યકરોને અટકાવી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા સહિત કોંગી કાર્યકરોની અટક કરી હતી