Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જય અંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો જનજાગૃતિ કાર્યકમ, ગરમીથી રાહત મેળવવા-સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે તબીબોએ આપ્યું માર્ગદર્શન.

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું

X

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આરોગ્યલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ ઉનાળાની વધતી આકરી ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગ્રે વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરમીનો પારો સતત ઉંચે ચઢી રહ્યો છે. સૂર્ય દેવતાના આકરા મિજાજથી લુ લાગવાના તેમજ તબિયત બગડવાના બનાવો વધી ગયા છે.

ત્યારે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે "હીટ ધી બીટ"ના નામે વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં જરૂરી સાવચેતી તેમજ તેનાથી બચવા અંગે જાણીતા તબીબ ડો. ચેતન મોરથાણા અને ડો. પ્રિયંકા મોરથાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટ, CBSC વિભાગના વાઇસ પ્રિન્સિપાલ નેન્સી ચોકસી સહિત શાળાનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story