ભરૂચ: અંધજન માટેના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન

ભરૂચમાં અંધજન માટેના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: અંધજન માટેના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન
New Update

ભરૂચમાં અંધજન માટેના રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

૧૪ સપ્ટેમ્બરના રોજ અખિલ હિંદ રાષ્ટ્રીય અંધજન ધ્વજદિનની ઉજવણી નિમિતે ભરૂચ- રેલ્વે સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી સેવાશ્રમ રોડ પર આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ જીલ્લા શાખા કાર્યલય સુધી પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોની જનજાગૃતિ માટે અંધકારમાં દીપ પ્રગટાવવાના કાર્યને બળ પૂરું પાડવા હાથમાં બેનરો સાથે રેલી કાઢી જનજાગૃતિ ફેલાવી હતી.આ પ્રસંગે અનાજની ૧૫૦ કીટનું ભરૂચ અને નર્મદા જીલ્લાના પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અનેઅંધજન મંડળ ભરૂચ જીલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,ભરુચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિતિ રહી પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહિત કર્યા હતા

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #organized #Public awareness rally #celebrations #Blind #National Flag Day
Here are a few more articles:
Read the Next Article