નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ-ભરૂચ જીલ્લા શાખા દ્વારા “અખિલ ભારતીય અંધજન ધ્વજદિન”ની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 14મી સપ્ટેમ્બરના રોજ ““અખિલ ભારતીય અંધજન ધ્વજદિન”ની ઉજવણી નિમિત્તે ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી સેવાશ્રમ રોડ પર આવેલ રાજપૂત છત્રાલય સુધી પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો દ્વારા જનજાગૃતિ રેલી યોજાય હતી. અંધકારમાં દીપ પ્રગટાવવાના કાર્યને બળ પૂરું પાડવા હાથમાં બેનરો સાથે પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોએ રેલી યોજી જનજાગૃતિ ફેલાવી હતી. આ પ્રસંગે ડેક્કન કંપની દ્વારા ભરૂચ અને નર્મદા જીલ્લાના 150 પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અંધજન મંડળના પ્રમુખ અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, ડેક્કન કંપનીના કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રનાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતોએ ઉપસ્થિત રહી પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહિત કર્યા હતા.