Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પંજાબી ગેંગના સાગરીતો ચોરી કરતા પૂર્વે કરતા હતા નશીલી દવાઓનું સેવન,પોલીસે નશીલી ટેબ્લેટનું વેચાણ કરતી દુકાનો કરી સીલ

ભરૂચમાં DFC રેલવે ગુડ્સ પ્રોજેકટની સાઇટ પરથી ₹45 લાખની ચોરીમાં ઝડપાયેલ પંજાબી ગેંગે ગુનાને અંજામ આપતા પહેલા નશીલી દવાઓનું સેવન કર્યું

X

ભરૂચમાં DFC રેલવે ગુડ્સ પ્રોજેકટની સાઇટ પરથી ₹45 લાખની ચોરીમાં ઝડપાયેલ પંજાબી ગેંગે ગુનાને અંજામ આપતા પહેલા નશીલી દવાઓનું સેવન કર્યું હોવાનું ખુલતા વગર પ્રિસ્ક્રિપ્શને નશીલી ટેબ્લેટનું વેચાણ કરતી 5 દવાની દુકાનો દરોડામાં પકડી પાડવામાં આવી છે

ભરૂચમાં પણ ઉડતા પંજાબ જેવો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પેહલા LCB એ રેલવે ફ્રેઈટ કોરિડોર સાઈડ પરથી ઇલેક્ટ્રિક કેબલોની ₹45 લાખની ચોરીમાં પંજાબી ગેંગના 6 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા.પંજાબી ગેંગના આરોપીઓની પૂછપરછ દરમિયાન ક્રાઇમ આચરતી વખતે ટેબલેટનું સેવન કરી ગુનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું હતું. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા દહેજ વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર ટેબલેટનું ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડીકલ સ્ટોરના માલિકો સામે કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી॰દહેજ વિસ્તારમાં આવેલ અલગ - અલગ 20 જેટલી મેડીકલ સ્ટરોર ઉપરથી ટેબલેટ ખરીદી કરવા મોકલતાં 5 મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટની પણ ગેરહાજરીમાં નશીલી દવા આપતા ઝડપાઇ ગયા હતા. જેઓના મેડિકલને સીલ મારવાની કવાયત હાથ ધરાઈ છે.

Next Story