ભરૂચ: રાજપારડી પોલીસે છ વર્ષથી વિવિધ ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી

આરોપી છેલ્લા છ વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો જેને રાજપારડી પોલીસે ખાનગી બાતમીદારથી મળેલ બાતમીના આધારે દબોચી લીધો

New Update

ભરૂચના રાજપારડી પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જી.આઈ. રાઠોડ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી મળેલ બાતમીના આધારે વર્ષ ૨૦૧૬ની સાલમાં રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અલગ અલગ પ્રકારના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેન્દ્ર વસાવાને ઝડપી લેવામાં આવ્યો છે.ઝઘડિયા તાલુકાના સારસા ડુંગર નજીક આવેલા નવા માલજીપુરા ગામે રહેતો સુરેન્દ્ર સુધીર વસાવા જેની ઉમર વર્ષ ૩૧ તે છેલ્લા છ વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો જેને રાજપારડી પોલીસે ખાનગી બાતમીદારથી મળેલ બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories