Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રાજપારડી પાસે યોજાતા સારસા માતાના મેળાને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, આ વર્ષે પણ મેળો રહેશે મોકૂફ

ભરૂચ: રાજપારડી પાસે યોજાતા સારસા માતાના મેળાને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, આ વર્ષે પણ મેળો રહેશે મોકૂફ
X

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દર વર્ષે સામા પાંચમના દિવસે સારસા માતાનો મેળો ભરાય છે.રાજપારડી નજીક સારસા માતાનો ડુંગર આવેલો છે. આ ડુંગર પર ઝઘડીયા નેત્રંગ તાલુકાના વિવિધ ગામોએથી ભાવિકો દર્શન કરવા આવે છે. હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે મેળો ભરાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે એવી દહેશત જણાય છે. તેથી આ મેળો ચાલુ વર્ષે નહીં યોજાય.

રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ પી.સી.પટેલની સહીથી બહાર પડાયેલી એક યાદીમાં મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઇને ગ્રામ પંચાયત દ્વારા મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સ્થાનિક જનતા ઉપરાંત વેપારીઓેને તેની નોંધ લેવા જણાવાયુ છે. ઉલ્લેખનીય છેકે ગયા વર્ષે પણ સારસા માતાના ડુંગરનો મેળો કોરોના સંક્રમણને લઇને બંધ રાખવામાં આવ્યો હતો.

Next Story