ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

New Update
ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું

ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સમાજના યુવા આગેવાન યુવરાજસિંહ દ્વારા રાજ્યમાં સરકારી વિભાગોમાં થતી ભરતી પ્રક્રિયામાં થઈ રહેલ ગેરરીતિ બાબતે છેલ્લા ઘણા સમયથી અવાજ ઉઠાવવામાં આવી રહયો છે ત્યારે સરકાર આવું કૃત્ય કરતા સાચા ગુનેગારોને પક્દ્વાના બદલે સરકાર સામે અવાજ ઉઠાવનાર સાચા લોકોને હેરાન કરે છે. ગાંધીનગર પોલીસ દ્વારા યુવરાજસિંહની ખોટી રીતે ધરપકડ કરાય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેમના જે વિરુદ્ધ જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.