Connect Gujarat
ભરૂચ

ભરૂચ: તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ RCC માર્ગ વરસાદમાં ધોવાય ગયો, સ્થાનિકોમાં રોષ

વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો

X

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦માં ચાર રસ્તાથી ડુંગાજી સ્કૂલ સુધીનો માર્ગ બિસ્માર થતાં સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ નગર સેવા સદન દ્વારા રૂ.35 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જો કે ભરૂચમાં ગતરોજ વરસેલ વરસાદમાં આ માર્ગ ધોવાય ગયો હતો જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થયો છે. સ્થાનિકોએ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની સાથે માર્ગનું પુન:નિર્માણ કરવામાં આવે એવી માંગ કરી છે

Next Story