ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલી શાળાઓ તથા સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ 26મી જાન્યુઆરીના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો હતો. પ્રતિ વર્ષ જાન્યુઆરી મહિનાની 26મી તારીખે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી અને રેલ્વેસ્ટેશન ખાતે ધ્વજવંદનના કાર્યક્રમ યોજવામાં આવ્યાં.. આમંત્રિત મહેમાનોના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.