/connect-gujarat/media/post_banners/f0b15a350c64dd108b053625b17fe69212134f88bd9185678a88ada36458df54.jpg)
ભરૂચના ગાંધીબજારના રહીશોની ગાંધીગીરી આખરે રંગ લાવી છે. 45 દિવસથી ગટરની અધુરી કામગીરી બાબતે પાલિકા સત્તાધીશો સામે સ્થાનિકોએ મકકમતાથી અવાજ ઉઠાવતાં આખરે કામગીરી શરૂ કરી દેવાય છે..
ભરૂચ શહેરના ગાંધી બજારથી ભઠીયારવાડ સુધી અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે પણ ત્યાંથી ફાટા તળાવ સુધીની કામગીરી છેલ્લા ૪૫ દિવસથી બંધ કરી દેવામાં આવી હતી. ફાટા તળાવથી ભઠીયારવાડ સુધીના સ્થાનિક રહીશોએ ૪૫ દિવસથી ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા હતાં. જુઓ તારીખ 18મી જાન્યુઆરી 2022ના રોજ કેવી હાલત હતી..
ગાંધીબજારના વેપારીઓ તથા સ્થાનિકોએ પાલિકા સત્તાધીશો સામે મકકમતાથી અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ગટરની અધુરી કામગીરી અંગે મિડીયાના માધ્યમથી પાલિકા સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું. હવે ગટરની અધુરી કામગીરી શરૂ કરી દેવામાં આવતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે..