ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર પિસ્તોલ સહિતના હથિયારો સાથે ઝડપાયો,પોલીસે કરી કાર્યવાહી

ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે

New Update
ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર પિસ્તોલ સહિતના હથિયારો સાથે ઝડપાયો,પોલીસે કરી કાર્યવાહી

ભરૂચ એસઓજીની ટીમે એક પિસ્તલ, બે જીવતા કારતૂસ તેમજ એક છરો અને રામપુરી ચપ્પુ લઇને ફરતાં એક નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.

ભરૂચ એસઓજીની ટીમને મધ્યરાત્રીએ ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં બે શખ્સો હથિયાર લઇને ફરે છે અને તેઓ દેરોલથી ભરૂચ તરફ આવી રહ્યાં છે. જેના પગલે ટીમે જંબુસર બાયપાસ ચોકડી પાસે વોચ ગોઠવતાં બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં ટીમે તેનો પિછો કરી હુસેનિયા સોસાયટી નજીક ફાટક પાસે કારને રોકી હતી.કાર ચાલક અને તેના સાથીનું નામ પુછતાં કાર ચલાવનાર નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર ઇમરાન શોકત ખીલજી તેમજ તેની સાથેના શખ્સનું નામ સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમનું ચેકિંગ કરતાં ઇમરાન ખિલજી પાસેથી એક પિસ્તોલ મળી આવી હતી જેમાં બે જીવતાં કારતૂસ પણ મળ્યાં હતાં. ઉપરાંત સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક પટેલે પણ તેના કમરના ભાગે એક છરો જ્યારે પેન્ટના ખિસ્સામાં એક રામપુરી ચપ્પુ મુકેલું મળી આવ્યું હતું. ટીમે મારક હથિયારો તેમજ કાર મળી કુલ 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસની પ્રાથમિક પુછપરછમાં ઇમરાન ખીલજીએ જણાવ્યું હતું કે, તેણે બે વર્ષ પહેલાં અમદાવાદના સીટીએમ ખાતેથી ઇન્તેજાર નામના શખ્સ પાસેથી 10 હજારમાં પિસ્તલ-3 કારતૂસ ખરીદ્યા હતાં. કારમાંથી એક કારતૂસનું ખોખુ મળતાં તે અંગે તેમણે જણાવ્યું હતું કે, દેરોલ કે તેની આસપાસ તેમણે પિસ્તલ ચાલે છે કે નહીં તે ચેક કરવા હવામાં ફાયરિંગ કર્યું હતું.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories