ભરૂચ: દક્ષિણ ગુજરાતથી સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગની હાલત બિસ્માર

કેવડીયાને જોડતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં, બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને મુશ્કેલી.

ભરૂચ: દક્ષિણ ગુજરાતથી સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગની હાલત બિસ્માર
New Update

ભરૂચના ઝગડિયા ખાતે દક્ષિણ ગુજરાતથી કેવડીયાને જોડતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં હોવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે.

નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાવતા એવા સ્ટેચ્યું ઓફ યુનિટીને દક્ષિણ ગુજરાત સાથે જોડતો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. ભરૂચના ઝગડિયા ખાતે રસ્તા બિસ્માર બનતા લોકોમાં રોષ જોવા મળે છે. અંકલેશ્વર, ઝઘડિયા, નાંદોદ તાલુકામાંથી આ માર્ગ પસાર થાય છે.

ઝઘડિયા તાલુકામાં નાના-મોટા નાળા, પુલની કામગીરી અધુરી પડી છે. આ ઉપરાંત 40થી વધુ બસ સ્ટેન્ડ જે ધોરીમાર્ગ વિસ્તૃતિકરણ સમયે તોડી પાડવામાં આવ્યા હતા તે પૈકી ઝઘડિયા તાલુકામાં એક પણ બસ સ્ટેન્ડ બનાવાયું નથી. ઝઘડિયા તાલુકામાં જેટલો ધોરીમાર્ગ સરદાર પટેલ પ્રતિમાને જોડવાના આશયથી કરોડો ખર્ચી બનાવાયો તેનું સમારકામ પણ સમયસર નહીં થતું હોવાથી ધોરીમાર્ગની હાલત બિસ્માર બની છે.

ઉલ્લેખનીય છે કે, ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા આ સ્ટેટ હાઇવે પર ઓવરલોડ ખનીજ વહન પ્રક્રિયાના કારણે‌ પણ આ રોડ પર ઠેર ઠેર ખાડા પડે છે. અને માર્ગનું નિયમિત સમારકામ ના થવાના કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

#Bharuch #Gujarat #Monsoon #South Gujarat #Bharuch News #Statue of Unity #roads damaged #Monsoon 2021
Here are a few more articles:
Read the Next Article